એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો


SHARE











મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો

મોરબીના રણછોડનગરમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે મહિલાને તેઓના પાડોશી સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ દ્વારા મહિલા ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાને માથામાં મારમાર્યો હતો તથા સાહેદને પણ માથામાં પાઇપ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રણછોડનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા અલ્કાબેન કેશુભાઈ થરેચા (42) એ  હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સનીભાઈ નવીનભાઈ મારવાણીયા, શિલ્પાબેન સનિભાઈ મારવાણીયા, સાવનભાઈ નવિનભાઇ મારવાણીયા, સનીભાઇના સસરા અરજણભાઇ, સનીભાઇના સાસુ જયોત્સનાબેન અને સનીભાઇની સાળી રહે. બધા રણછોડનગર વિસ્તાર પાણીના ટાંકા પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને આરોપી સનીભાઈ તેના પત્ની અને સાવન સાથે ફોરવ્હીલ ગાડીના ટાયરમાં હવા કાઢી નાખવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે સનીભાઈએ ફરિયાદી મહિલાને છત્રીના પાઇપ વડે માથામાં તથા સાહેદને પાઇપ વડે માથામાં મારમારીને ઈજા કરી હતી જ્યારે તેના પત્ની શિલ્પાબેનને સાહેદને મુંઢમાર મારીને ઈજા કરી હતી અને સાવને ફરિયાદીને મુંઢ માર માર્યો હતી ત્યાર બાદ તે ત્રણેય જતાં રહ્યા હતા અને પછી પાછળથી આરોપી સન્નીભાઈના સાસુ, સસરા અને સાળી ત્યાં આવ્યા હતા અને તેઓએ સાહેદને મૂઢમાર માર્યો હતો જ્યારે ફરિયાદીને પણ મૂઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં ઇજા પામેલા મહિલા દ્વારા સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News