એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું


SHARE











મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું

મોરબીના ઘુનડા (સ) ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું વાજતે ગાજતે સામૈયા કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને સમસ્ત મચ્છુ કાંઠા રબારી યુવા સંગઠનની ટીમની નવી રચના થયા બાદ યુવા ટીમ દ્વારા રબારી સમાજમાં રહેલ કુરિવાજ દુર કરવા સમાજને નવું બંધારણ બાંધવા તેમજ શિક્ષણ સંગઠન અને વ્યસન જેવી બાબતે ટીમે હાલમાં ગામે ગામ ફરી રહી છે અને સમાજને નવી દિશા તરફ લઇ જવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

યુવા ટીમે અત્યાર સુધીમાં ૧૫ થી વધુ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો હતો અને તાજેતરમાં ઘુનડા (સ) ગામે રબારીના નેસડા (ખા)માં પહોંચી હતી ત્યાં રબારી સમાજ દ્વારા ટીમનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સામૈયા કરીને સ્વાગત કરાયું હતું આ તકે ટીમના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે, આવનારી પેઢી માટે સમાજલક્ષી નવું બંધારણ બાંધવું જોઈએ, સમાજમાં રહેલ કુરિવાજ દુર કરવા જોઈએ અને ખાસ કરીને શિક્ષણ, સંગઠન અને વ્યસન બાબતે સમજે આ તકે મહત્વના સૂચનો કર્યા હતા અને સમાજના બંને ટ્રસ્ટીઓએ સમાજને મેસેજ આપ્યો હતો કે રબારી સમાજમાં કુરિવાજ દુર કરશે અને દીકરી નામે થતો આર્થિક વ્યવહાર નહિ કરવામાં આવે તો સમાજના ટ્રસ્ટી અને સમાજના દાતા દ્વારા દીકરીના લગ્ન તેમજ કરિયાવર તેમનું જાન જમાણી આપવામાં આવશે કોઈપણ જાતના પૈસા લેવામાં આવશે નહિ અને રબારી સમાજ દ્વારા દીકરીના લગ્ન કરાવી આપવામાં આવશે. 






Latest News