મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 


SHARE







ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 

રાજપૂત સમાજ "અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘદ્વારા "શૌર્ય કથા સપ્તાહ" નું તા ૨૫ થી ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ શૌર્ય કથા તા ૩૧ સુધી ચાલુ રહેવાની છે આ કાર્યક્રમના આયોજનનો હેતુ ક્ષત્રિય સમાજના શહીદો તેમજ વીર પુરોષોણી શૌર્ય ગાથાને ઉજાગર કરવા તથા ઇતીહાસના વીર પુરુષોનું ગૌરવ જળવાઈ અને લોકો સુધી આ વીર પુરુષોની શૌર્ય ગાથા પહોંચાડવા માટેનો છે અને આ શૌર્ય કથા સપ્તાહમાં મોટી સંખ્યમાં રાજપૂત સમાજના લોકો હાજર રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે કાર્યક્ર્મમાં રાજપૂત સમાજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના માળીયામાં આવેલ દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલાને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજા, કેબીનટ મંત્રી કિરીટસિંહજી રાણા, મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, મહારાજા વાંકાનેર કેશારીદેવસિંહજી, કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ડો.જયેન્દ્રસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) હાજર રહ્યા હતા.






Latest News