ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ


SHARE











મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

મોરબી રાજકોટ હાઇવે રોડ આવેલ શનાળા ગામ પાસે સ્પીડ બ્રેકર અગાઉ મોટા હતા તેને હટાવીને ત્યાં પ્લાસ્ટિકના નવા નાની સાઈઝના સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા મુકવામાં આવ્યા છે જેના વિરોધમાં ગ્રામજનો દ્વારા આજે સનાળા ગામ પાસે રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અગાઉ જે સ્પીડ બ્રેકર હતા તેવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ શનાળા ગામ પાસે અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતના બનાવો બનતા હતા જેથી અગાઉથી કોઈપણ નીતિ નિયમ વગરના ઊંચી સાઈઝના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા તેને થોડા સમય પહેલા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાં પ્લાસ્ટિકના નિયમ મુજબના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા જોકે સ્પીડ બ્રેકર હવે નાના હોવાના કારણે બાઇક, સ્કૂટર, કાર, ટ્રક સહિતના વાહન ચાલકો ઓવર સ્પીડમાં પોતાના વાહન લઇને ત્યાંથી પસાર થતા હોય છે જેથી કરીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે જતાં ભક્તો તેમજ શાળા ગામે આવેલ શાળામાં આવતા જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે જેથી કરીને સનાળા ગામના લોકો દ્વારા શુક્રવારે સાંજના 6:30 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને શનાળા ગામે અગાઉ જે રીતના સ્પીડ બ્રેકર હતા તેવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે.






Latest News