ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન

મોરબી મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા માર્ચ -2025 થી રખડતા પશુ ઓને પકડવાની કામગીરી હાથ ધરાવામાં આવી છે. ત્યારે શહેરમાં ગાય, ભેંસ, બકરી સહીતના પાલતું પશુઓને રાખવા માટેની પશુ માલિકો પાસે જગ્યા ના હોવાના કારણે આ પશુઓ રોડ ઉપર આવી જતા હોય છે. જેના કારણે શહેરીજનોને અડચણ રૂપ અને ટ્રાફિક સમસ્યા થતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા શહેરમાં નાની વાવડી અને સબ જેલ પાસે એનીમલ હોસ્ટલ બનાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એનીમલ હોસ્ટેલમાં પશુ માલિકોને પોતાના પશુની સાચવણી અને જાળવણી કરી શકાશે. આ એનિમલ હોસ્ટેલમાં રજીસ્ટ્રેશન કરાયેલા પશુઓને રાખવા માટે એનીમલ હોસ્ટેલ રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન ફ્રી અને નિયમો ની વિગત એનીમલ હોસ્ટેલ શરૂ થતા જાણ કરવામાં  આવશે. મોરબી મહાનગરપાલિકા ના હદ વિસ્તાર આવતા પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવે છે.






Latest News