ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો


SHARE











મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો

મોરબીના વિધુતનગર પાસે આવેલ વિક્રમ વાડી નજીક રહેતા મહિલા પોતાના ઘર પાસે શેરીમાં પાણી નાખીને ધોઈ રહ્યા હતા ત્યારે શેરીમાં પાણી ભરાયું હોવાથી પાડોશમાં રહેતી મહિલા અને તેના પતિ તેમજ પુત્રવધુએ આધેડ મહિલાની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ આધેડ મહિલાને મારમાર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ વિક્રમ વાડી નજીક હનુમાનજીના મંદિર પાસે રહેતા શારદાબેન ટીકુભાઈ થરેશા (50) એ મુળુભાઈ, તેના પત્ની પુરીબેન તથા તેના દીકરાના પત્ની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીથી શેરી ધોતા હતા અને પાણી પાડોશીના ઘર પાસે શેરીમાં ભરાયું હતું જેથી પુરીબેને બહાર આવીને કહ્યું હતું કે “શું કામ શેરીમાં પાણી ઢોરો છો” ત્યારે ફરીયાદીએ કહ્યું હતું કે, “શેરી કોઈના બાપની નથી” જેથી પૂરીબેનને તે સારું નહીં લાગતા ગાળો બોલવા લાગ્યા હતા અને ફરિયાદીનો હાથ પકડીને માર માર્યો હતો તેમજ મુળુભાઈધોકા વડે ફરિયાદીને હાથ ઉપર મારમાર્યો હતો અને ત્યારબાદ પુરીબેન તથા તેના દીકરાના પત્નીએ આવીને ફરિયાદીને ગાળો આપીને મારામારીને ઇજા કરી હતી જેથી મહિલાને છાતી અને વાસાના ભાગે ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News