ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા


SHARE











મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા

મોરબીની સબ જેલની કામગીરી સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાઓ છેલ્લા સમયમાં સામે આવેલ છે તેવામાં સોમવારે વહેલી સવારે રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા મોરબી સબ જેલ ખાતે પહોચ્યા હતા અને મોરબી સબ જેલની મુલાકાત લઈને અધિકારી અને કર્મચારીઓની સાથે ચર્ચા કરીને જરૂરી સૂચના આપી હતી અને ત્યાર બાદ તેઓએ પત્રકારોની સાથે વાત કરી હતી ત્યારે જણાવ્યુ હતું કે, મોરબીમાં નવી જેલ બનવાની છે તે સીસીટીવી કેમેરાથી સજા રહેશે.

રાજકોટ રેંજ જેલ આઈજી ગીરીશ પંડ્યાએ સોમવારે સવારે મોરબી સબ જેલની ખાતે આવી પહોચ્યા હતા અને જેલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને સબ જેલમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી ત્યારે જેલમાંથી કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી ન હતી જો કે, ત્યાર બાદ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યાએ મોરબી સબ જેલના અધિકારી અને સ્ટાફ સાથે મિટિંગ કરીને તેઓને જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારે મોરબી જિલ્લાના એસપી મુકેશ કુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ. આલ તેઓની સાથે રહ્યા હતા ત્યારે બાદ રેંજ જેલ આઈજી ગીરીશ પંડ્યા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને ત્યાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલ જેલમાં જે કેદીઓને રાખવામા આવેલ છે તેમાંથી 50 ટકા કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજુ કરવામાં આવે છે જો કે, આગામી સમયમાં વધુમાં વધુ કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજુ કરાય તેના માટેના પ્રયાસો ચાલુ છે તેમજ મોરબીની જેલમાં હાલમાં કેપેસિટી કરતાં કેદીઓની સંખ્યા વધુ છે અને જેલમાં મંજૂર કરવામાં આવેલ મહેકમમાંથી 20 ટકા સ્ટાફ ઓછો છે જો કે, મોરબી જીલ્લા માટે નવી જેલ મંજૂર કરવામાં આવેલ છે તેનુ કામ ઝડપથી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને નવી જેલમાં કેદીઓ ઉપર સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ સતત મંડાયેલી રહેશે.






Latest News