ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા


SHARE











અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા

નવકારમંત્ર મહામંત્રના નવપદની સાધના સ્વરૂપ નવ દિવસીય આયંબિલ ઓખી પર્વની આરાધના કરાવવા શ્રી લીંબડી અજરામર સંપ્રદાયના પુ. ગચ્છાધિપતી આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણા ૧૬ નો શ્રી સ્થાનકવાસી જૈન સંઘ મોરબી સોનીબજારના આંગણે આજે ભવ્ય પ્રવેશ થયો હતો

તા. ૨૪ માર્ચથી શરુ થતા શાશ્વતી આયંબિલ ઓખી તપમાં મોરબીના પાંચેય સંઘના ભાવિકોને વધુને વધુ આહારસંજ્ઞાની સંયમરૂપ આ તપશ્ચર્યામાં જોડાઈને આત્મ ભાવ તાપ કરવા પ્રેરણા કરી હતી મોરબીમાં જૈન એકતાની ભાવનાને સુદ્રઢ કરવા છેલ્લા પાંચ વર્ષથી શ્રી સ્થાનકવાસી દેરાવાસી તમામ સંઘના ભાવિકોની એક સાથે સામુહિક આયંબિલ તપનું આયોજન થાય છે આ વરસની ચૈત્રી આયંબિલ ઓખીનો તમામ આર્થિક લાભ માતૃશ્રી નવલબેન તારાચંદ દોશી હ. શ્રીમતી તરૂબેન નવીનભાઈ દોશી (નેકનામ વાળા) એ લીધેલ છે

આજરોજ પુ. આચાર્ય ગુરુદેવની સ્વાગતયાત્રાનો પ્રારંભ સંઘના ટ્રસ્ટી અને ગુરુભક્તિશીલ ઉર્મિલાબેન મહેતાના બંગલેથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓએ જૈન ધ્વજ અને કળશ સથે જયઘોષથી ગુરુદેવને વધાવ્યા હતા સંઘ પ્રમુખશ્રી નવીનભાઈ દોશીએ આવકાર આપ્યો હતો મોરબીના પાંચેય સંઘના અધિકારીઓ સહીત ૫૦૦ જેટલા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ મહેતાએ કર્યું હતું જૈન શાખાની બાળાઓએ સ્વાગત નૃત્ય અને મહિલા મંડળે સ્વાગત ગીત રજુ કર્યું હતું

આ પ્રસંગે પુ. શ્રીએ દરરોજ સવારે ૭ : ૩૦ વાગ્યે પ્રવર્ચનધરામાં અને રાત્રે ૯ વાગ્યે સત્સંગકથામાં પધારવા અનુરોધ કર્યો હતો શ્રી આરાધનાજી મ.સ.શ્રી તરણાજી મ.સ. તથા મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શ્રીએ પ્રાસંગિક પ્રવર્ચન કર્યું હતું.શ્રી સંઘ તરફથી નવકારશી અને શેષકાળમાં સાધનિક ભક્તિનો લાભ લેનાર માતૃશ્રી પ્રફુલાબેન રમેશભાઈ દફતરી તથા ગીતાબેન ગુણવંતભાઈ સંઘવીનું બહુમાન કરાયું હતું સંઘના અધિકારીઓ સર્વશ્રી અશોકભાઈ, હસમુખભાઈ, યોગેશભાઈ વિગેરેએ ખુબ સારો સહયોગ આપ્યો હતો.






Latest News