ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો


SHARE











મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો

મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર આવેલ આર્યગ્રામ સોસાયટીમાંથી સનાતન ગ્રામ સોસાયટીમાં જવાનો રસ્તો પસાર થાય છે અને તે રસ્તા ઉપરથી ચાલવા દેવા બાબતે આર્ય ગ્રામ સોસાયટીમાં રહેતા મહિલાઓ સહિતના લોકોએ આધેડને ના પાડી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છુટા પથ્થરના ઘા કરીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (53)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ ધરમશીભાઈ વરસોલા, ડો. જયસુખભાઈ કાનજીભાઈ પનારા, કોમલબેન જયસુખભાઈ પનારા, અલ્પાબેન ચિરાગભાઈ વરસોલા તથા રાકેશભાઈ કાંતિભાઈ મેરજા રહે. બધા આર્યગ્રામ સોસાયટી સનાળા ઘુનડા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓની આર્યગ્રામ સોસાયટીમાંથી ફરિયાદી તથા સાહેની સનાતન ગ્રામ સોસાયટીનો રસ્તો જાય છે જે રસ્તા ઉપર  ચાલવા દેવા માટે ના પાડી હતી અને બધાએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ચિરાગભાઈએ ફરિયાદીને જાનથી મારી નખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને પથ્થરના છુટા ઘા કરી ડાબા હાથમાં ઇજા કરી હતી જેથી આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News