ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 પકડાયા


SHARE











મોરબીમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 આરોપી 22,100 ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ આનંદનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ છ વ્યક્તિ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 22,100 ની રોકડ સાથે આરોપીઓને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સામાકાંઠે આનંદ નગરમાં રહેતા ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (50) તથા રાજેશભાઈ સુખરામભાઇ સોનારથી (38) રહે રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ મોરબી, સંગીતાબેન કરસનભાઈ કાથરાણી (45) રહે. વાધરવા, રીનાબેન કેયુરભાઈ મકવાણા (33) રહે. ટી કે હોટલ પાસે શિવાલિકા એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202 મોરબી, સમાબેન સફીભાઈ જિંદાણી (38) રહે વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે કે જી એન પાર્ક મોરબી તથા જોસનાબેન હિંમતભાઈ ચુડાસમા (45) રહે આનંદ નગર શેરી નંબર 1 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 22,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News