ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા


SHARE











વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે જો કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી લોકોને દહેશત છે.

મોરબીમાં આવેલધીરવાસ વિસ્તારમા છેલ્લા ઘણા દિવસોથી મહાપાલિકા દ્વારા પીળા રંગના દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જયારે મોરબી મહાપાલિકાની પાછળના ભાગમાં આવેલ વસંત પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની જગ્યાએ ભૂગર્ભ ગટરના પાણી જેવુ કાળ કલરનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ જુદાજુદા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલવાની દહેશત જોવા મળી રહી છે. ઉલેખનીય છે કે, વસંત પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત આ બાબતે મહાપાલિકામાં લેખીત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ મહાપાલિકા દ્વારા ગંદા પાણીની જગ્યાએ લોકોને શુદ્ધ પાણી મળે તેના માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવેલ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. હાલમાં માર્ચ એંડિંગ હોવાની લોકો પાસે વેરો ઉઘરાવવા માટે મહાપાલિકાના અધિકારીઓએ ધોકો પછાડી રહ્યા છે અને વેરો ન ભારે તો આસામી સામે કાર્યવાહી કરવામાં આવે છે તો નિયમિત રીતે વેરો ભરતા આસામીઓના ઘરે મહાપાલિકા દ્વારા રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણી જેવું પાણી આપવામાં આવે છે તો મહાપાલિકાના કમિશનર દ્વારા કેમ તેના બેદરકાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે. અને જો હવે મહાપાલિકા દ્વારા લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ગાંધીનર સુધી રજુઆત કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News