મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલા સહિતના 8 આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલા સહિતના 8 આરોપી જેલ હવાલે

મોરબીમાં આવેલ સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેમાં વૃદ્ધાને એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય લોકોમાંથી એક મહિલા સહિત 8 વ્યક્તિ ધમકીઓ આપીને હેરાન પરેશાન કરતાં હતા જેનાથી કંટાળીને તેઓએ આપઘાત કર્યો છે તેવો ઉલેખ કર્યો હતો હતો જેથી મૃતક વૃદ્ધાના દીકરાની ફરિયાદ લઈને પોલીસે વૃદ્ધને મારવા માટે મજબૂર કરનારાઓની સામે ગુનો નોંધીને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજાવિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરાનિલેશભાઈ પ્રભુભાઈ બારૈયાભાવિકભાઈ કાળુભાઈ વિરમગામકેવલ કાળુભાઈ વિરમગામરમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજાનાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે. બધા કંડલા બાયપાસ સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં ફરિયાદી જણાવ્યુ છે કેઆરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ વર્ષ 2024 માં ઝઘડો કર્યો હતો અને સમાધાન કરવાનું કહીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવીને તેઓની સાથે મારા મારી કરી હતી ત્યારે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ટોર્ચરથી કંટાળીને ફરિયાદીના માતા સવિતાબેન પાંચોટિયાએ ગત તા. 5/3/25 ના રોજ એપાર્ટમેન્ટના ધાબા ઉપર જઈને ત્યાં સીડી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી તેને લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને વૃદ્ધાને મારવા માટે મજબૂર કરવાનો એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસનીસ અધિકારી દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક આ ગુનામાં મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News