ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા


SHARE











મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે અને તેમાં બીજા અને ત્રીજા માળ ઉપર ડોકટરની માલિકીની જગ્યા આવેલ છે અને આ શોપિંગ સેન્ટરને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનો વસાવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ બીજા અને ત્રીજા માળ ઉપર જે ડોક્ટરની માલિકી છે તેના દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી અને ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા ન હતા. જેથી કરીને આજે ફાયર વિભાગની ટીમ મોડી સાંજે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે પહોંચી હતી અને બે માળને સીલ કરવામાં આવેલ છે

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં આવેલા બહુમાળી બાંધકામો અને શોપિંગ સેન્ટર વગેરે જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવે છે અને જે એપાર્ટમેન્ટ કે કોમ્પલેક્ષની અંદર ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવામાં આવે ત્યાં આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે, ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં ન આવે અને ફાયર વિભાગની નોટીસની અવગણના કરવામાં આવે ત્યાં મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં આજે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે મોડી સાંજે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યાં શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે તેને હાલમાં સીલ કરવામાં આવેલ છે.

આ અંગે ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરને અગાઉ ફાયર વિભાગ દ્વારા ક્રમશઃ ત્રણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નીચેના માળ ઉપર જે 16 દુકાનો આવેલ છે તે દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે થઈને બાંહેધરી આપવામાં આવેલ છે જોકે, આ શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ઉપર ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે જેને ચાણક્યપુરી તરીકે લોકો જાણે છે ત્યાં ફાયર સેફટી માટે થઈને તકેદારી લેવામાં આવી નથી અને ફાયર વિભાગ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તેની અવગણના કરીને ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે કોઈપણ પ્રકારની બાંહેધરી આપવામાં આવી નથી જેથી કરીને હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ સીલ કરવામાં આવેલ છે






Latest News