ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે સેવા સેતુ ૨.૦ (શહેરી)કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓમાં વારંવાર જવાનું ટાળીને તેમની નજીકમાં જ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં મહાનગરપાલિકા તેમજ અન્ય શાસકીય વિભાગો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો અહીં પોતાની અરજી, જરૂરી દસ્તાવેજો અને પ્રશ્નો સાથે આવી શકે છે અને તાત્કાલિક માર્ગદર્શન તથા જરૂરી કાર્યવાહી મેળવી શકશે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમા સેવા સેતુ કાર્યક્રમ તા. 13/3 ના રોજ વોર્ડ 2, 3, 4, 5, 6 અને 13 માટે તાલુકા શાળા મણિમંદિર પાસે તથા વોર્ડ 1, 7, 8, 9, 10, 11 અને 12 માટે 16/3 ના રોજ વજેપર વાડી પ્રાથમિક શાળા, રામજી મંદિર પાસે, મોમ્સ હોટલ પાછળ આયોજિત કરવામાં આવશે.

સેવા સેતુ ૨.૦ કાર્યક્રમમાં મળતી મુખ્ય સેવાઓમાં  વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન, પ્રમાણપત્રો માટે અરજી તથા પ્રક્રિયા, આવક, જાતિ તથા નિવાસ સંબંધિત સેવાઓ, આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન, મ્યુનિસિપલ સેવાઓ સંબંધિત અરજીઓ, નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવશે જેથી સામાન્ય લોકોને સરકારી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.






Latest News