વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

માટીની આડમાં દારૂની હેરાફેરી !:હળવદના સુખપર ગામના પાટીયા પાસે હોટલના પાર્કિંગમાંથી 4,223 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો 15.14 લાખના મુદામાલ સાથે એક પકડાયો


SHARE











માટીની આડમાં દારૂની હેરાફેરી !:હળવદના સુખપર ગામના પાટીયા પાસે હોટલના પાર્કિંગમાંથી 4,223 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો 15.14 લાખના મુદામાલ સાથે એક પકડાયો

અમદાવાદ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે આવેલ હોટલના પાર્કિંગમાં માટી ભરેલો ટ્રક ઉભો હતો તે ટ્રકની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં ટ્રકને ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 4,223 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, વાહન, મોબાઈલ તથા રોકડ મળીને 15,14,165 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ કરી છે

હળવદ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમદાવાદ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે રામદેવ હોટલના પાર્કિંગમાં પડેલ ટ્રક નંબર આરજે 52 જીએ 9204 માં સફેદ માટી ભરેલી હતી અને તે વાહનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તે વાહનને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 4,223 બોટલ મળી આવતા પોલીસે 4,64,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા ટ્રક મળીને કુલ 15,14,165 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં પોલીસે ટ્રકના ચાલક જાનમહમદ અબ્દુલરસીદ મેવ રહે. નીમલી તાલુકો તિજારા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને ટ્રકના ડ્રાઇવર સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News