વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ


SHARE











મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ

મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે મંગળવારે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર હેતુફેર તેમજ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીના કામને બહાલી આપવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને આજે મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડની અંદર ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ડીડીઓ સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા કુલ મળીને 24 સભ્યો પૈકીના પ્રમુખ સહિતના 13 જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં અન્ય કોઈ ખાસ એજન્ડા કે કોઈપણ સભ્ય તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ન હતા જેથી ગણતરીની મિનિટોમાં જ આ સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી જોકે, આ બેઠકમાં ખાસ કરીને સ્વભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળ જે કામો અગાઉ મંજૂર કરવામાં આવ્યા હોય પરંતુ વહીવટી કે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની બાકી હોય તો તે કામોને મંજૂરી આપવા માટેના એજન્ડા લેવામાં આવ્યા હતા જેમાં 22 લાખના હેતુફેરના કામ. 1 કરોડના જુદા જુદા વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અને 1.92 કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓની જૂની બોલેરો ગાડીનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલ હોય તેને કંડમ કરવાના એજન્ટાને પણ બહાલી આપવામાં આવી હતી.






Latest News