મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા.


SHARE







કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવર-સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરીજી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના લોકસભા મતક્ષેત્રનાં ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-754K (ઘડુલી-સાંતલપુર રોડ) ના 165.58 કિમી લાંબા લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, રોડ ટુ હેવન ધોળાવીરા રોડ સેકશનને કુલ  650.42 કરોડના ખર્ચે બે લેન પેવ્ડ સોલ્ડર (10 મી.) સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરીજીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ - ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે ટુ લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ વેગ આપશે. કચ્છ - મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યૂ હતું.






Latest News