વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે


SHARE











મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

સુરત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં નિયમિત (Regular) વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના પુત્રો માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાના ઉમદા હેતુથી 'ગૌરવ સેનાની ભવન' ખાતે 'સૈનિક કુમાર છાત્રાલય' કાર્યરત કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા વાલીઓએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી તમામ વિગતો ભરીને સત્વરે કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. સૈનિકોના સંતાનોને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ અને સગવડ મળી રહે તે માટે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પ્રવેશ પ્રક્રિયા, નિયમો અને અન્ય વિસ્તૃત વિગતો માટે નાગરિકોએ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવા સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષાની સાથે આંતર-વિભાગીય સંકલનને લગતી બાબતો પર ભાર મૂકવામાં આવશે. આ બેઠકમાં સાંસદઓ અને ધારાસભ્યઓ સહિત પદધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ઝીણવટભરી તપાસ કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.






Latest News