મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શાસનને વેગવંતુ બનાવતાં મહિલા અધિકારીઓ : આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળ, રોજગાર, વન વિભાગના મહિલા  અધિકારી આપે છે નારીઓને પ્રેરણાદાયક સંદેશ


SHARE











મોરબી જિલ્લાના શાસનને વેગવંતુ બનાવતાં મહિલા અધિકારીઓ : આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળ, રોજગાર, વન વિભાગના મહિલા  અધિકારી આપે છે નારીઓને પ્રેરણાદાયક સંદેશ

મોરબી, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી જિલ્લાના શાસનને શુશાસન બનાવતાં મહિલા અધિકારીઓનું મહત્વનું યોગદાન રહેલુ છે. આજની નવી પેઢીની કરિયર બનાવવા ઇચ્છતી યુવતીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. 

જેમાં મોરબી જિલ્લા આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર મયુરી ઉપાધ્યાય કે જેઓ આઠ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમના માતાએ તેમની ત્રણ બહેનોનો ખૂબ મુશ્કેલી વેઠીને એકલા હાથે ઉછેર કર્યો હતો.તેમના એક બહેન વકીલ છે.તો બીજા બેહેન એક કંપનીમાં ઊંચી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે.તેઓએ જણાવ્યુ હતું કે, મારી સરકારી સેવાના ભાગરૂપે મને બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા તથા સગર્ભાઓને માટે સેવા કરવા મળી રહી છે તેને હું સુવર્ણ તક માનું છું. 

 

તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિબેન જોષીની વાત કરીએ તો તેઓ ગિરમાં પ્રકૃત્તિ વચ્ચે જ ઉછરેલા હોવાથી વન સંપદાનાં સંવર્ધન જાળવણીની પડકારજનક સેવા માટે "ગૌરવ’’ અનુભવી રહ્યા છે.તેઓ જણાવે છે કે, મારા ખેડૂત પિતાએ દીકરી હોવા છતાં વન વિભાગ જેવી પડકારજનક સેવામાં જવાની હિંમત આપી હતી.મહિલા ગામડાની હોઇ કે, શહેરની, ખેડૂત પરિવારની હોઇ કે, અતિ શિક્ષિત પરિવારની, તે ધારે તે કરી શકે. કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવા મહેનત અને નિષ્ઠા જરૂરી છે.

જયારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રશ્મિ રાજાવાઢાની વાત તરીએ તો તેઓ કહે છે કે મારો અભ્યાસ ફીજીયોથેરાપીસ્ટનો હતો. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફીજીયોથેરાપીસ્ટની સરકારી નોકરી પણ મળી હતી.પરંતુ કંઇક હજુ પણ આગળ વધવુ જોઇએ એ માટે  સ્પર્ધાત્મક અનેક પરીક્ષાઓ આપી.અનેક સરકારી નોકરીઓ પણ મળી. આ માટે ધરે આવતા છાપા નિયમિત વાંચવાની ટેવ અને ટીવીમાં સમાચાર પણ જોયા કરવાની આદત ઉપયોગી થઇ.વિશ્વ મહિલા દિવસે તેઓ સંદેશ આપે છે કે મહેનત ધાર્યુ પરિણામ આપે છે’.

 

જયારે મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી માને છે કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો યોગ્ય રીતે લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચાડવો એ જ સાચી સેવા છે.સરકાર તરફથી મળેલી જવાબદારી તેમને માત્ર નોકરી નથી,પરંતુ સેવા કરવાનો અવસર છે.મારી કામગીરીના કારણે જરૂરિયાતમંદ મહિલાઓનો આર્થિક ઉત્કર્ષ થાય, તેઓ સ્વાવલંબી બને અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે જ અમારી સાચી સિદ્ધિ ગણાશે. તેમજ જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા જણાવે છે કે, દીકરીઓ માટે ડિગ્રીની સાથો સાથ કૌશલ્ય બહુ જરૂરી છે.તેના થકી જ તે પગભર થઈ શકશે અને સમાજની વ્યવસ્થામાં સુચારૂં યોગદાન આપી શકશે.દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકશે. 

જયારે સરકારી હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો.ખ્યાતિ ઠકરાર મહિલાઓને ખાસ સંદેશ આપે છે કે, હાલની જીવનશૈલીના કારણે ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા સહિતની બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે.ત્યારે જો આહારવિહાર અને દિનચર્યામાં પરિવર્તન લાવવામાં આવે તો લોકોની આરોગ્ય સુખાકારી વધી શકે.રસોડું મહિલાઓના હાથમાં છે ત્યારે આપણા અનેક મસાલાઓ ઔષધિ સમાન છે.તેનો જો સુચારૂ ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓને કાબુમાં પણ રાખી શકાય છે. આવી મહીલાઓ આજના મહીલા દિવસે યુવતીઓ માટે ચોકકસ પ્રેરણા સોત્ર સમાન બની રહેશે.






Latest News