મોરબીમાં ટાઇલ્સ ટ્રેડીંગમાં નુકશાની જતા હૈદરાબાદ ભાગી ગયેલ યુવાન પરિવારની યાદ આવતા ઘરે પરત ફર્યો
મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી, ફરીયાદ નોંધાઇ
SHARE
મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી, ફરીયાદ નોંધાઇ
મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી થયેલ હોય તે અંગે ફરીયાદ નોંધાવા પામી છે.જેમા ભોગ બનેલા પાયલબેન જીગ્નેશભાઇ સાધુ જાતે રામાનંદી બાવાજી (ઉ.વ ૩૫) ધંધો ઘરકામ રહે.શ્રીહરી સોસાયટી, ટીંબડી ગામ તા.જી.મોરબીએ સામાવાળા સંતોષભાઇ પાંડે, રાણીબેન સંતોષભાઇ પાંડે, નિકીબેન સંતોષભાઇ પાંડે તથા એન્ઝલબેને સંતોષભાઇ પાંડે રહે.બધા શ્રીહરી સોસાયટી, ટીંબડી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, તેમનો (પાયલબેન) નો નાનો દિકરો રૂદ્ર તોફાન કરતો હોય જેથી બાથરૂમમાં પુરેલ હોય જે બાબતે પાયલબેન સામાવાળાને કહેવા જતા જેનો ખાર રાખી સંતોષભાઇ ઉશ્કેરાય જઇ બોલાચાલી કરી લાકડી વતી માર મારી તેમજ તેમના પત્નિ રાણીબેન ઢીકાપટ્ટુ વડે મારીને ગાળો આપેલ હોય તેમજ નિકીબેન તથા એન્ઝલબેને ફરીયાદીના વાળ પકડી ઢીકાપાટ્ટુ મારી ફરીયાદીને માથમા ટાકા આવેલની ઇજા પહોચાડી હતી.તાલુકા પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરેલ છે.
દવા પી લેતા સારવારમાં
વાંકાનેરના મેસરીયા ગામે રહેતા રેશમબેન રોહિતભાઈ નામની ૨૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અત્રે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના કડીયાણા ગામે બસ સ્ટેશન પાસે ટ્રક અકસ્માતમાં ઇજા થતાં નરેન્દ્રભાઈ દીપસિંગ (૨૫) રહે.ચરાડવા તા હળવદને ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના કડીયાણા ગામે બસ સ્ટેશન પાસે ચરાડવા હાઇવે ઉપર થયેલ અકસ્માત બનાવમાં ઈજા થતા રામસિંગભાઈ (૫૫) ને પણ અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવતી સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા શિલ્પાબેન વિપુલભાઈ મેંદપરા નામના ૩૨ વર્ષના મહિલાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક બપોરના સમયે રોડ ક્રોસ કરતાં વખતે અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતા દિપકભાઇ રમેશચંદ્ર પંડ્યા (૪૫) રહે.મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય સારવાર માટે લઈ જવાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી