મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સ ટ્રેડીંગમાં નુકશાની જતા હૈદરાબાદ ભાગી ગયેલ યુવાન પરિવારની યાદ આવતા ઘરે પરત ફર્યો


SHARE











મોરબીમાં ટાઇલ્સ ટ્રેડીંગમાં નુકશાની જતા હૈદરાબાદ ભાગી ગયેલ યુવાન પરિવારની યાદ આવતા ઘરે પરત ફર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતો હતો જેમાં ખોટ આવતા પોતે એમેઝોનમાં નોકરીએ લાગી ગયો છે અને તેના ઓડિટના કામ માટે હૈદરાબાદ જાય છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થયો હતો.તે અંગે ગુમનોંધ કરવામાં આવી હતી.બાદમાં પરિવારની યાદ આવતા યુવાન પરત ફર્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત તા.૧૪-૧-૨૬ ના રોજ જીતબહાદુર રામલલિત શર્મા (૫૬) રહે.વૃંદાવન પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.કલોરીયા પાંડે તા.નગરબજાર જી.બસ્તી ઉત્તરપ્રદેશ એ પોલીસમાં જાણ કરી હતી કે તેમનો દીકરો અજય રામલલિત શર્મા (૨૭) રહે.ઉત્તરપ્રદેશ હાલ મોરબી તા.૯-૧૨ ના બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં તે અમદાવાદ એમેઝોન એક્સપ્રેસ કંપનીમાં નોકરી કરે છે અને ઓડિટના કામ સબબ હૈદરાબાદ જાવ છુ તેમ કહીને મોરબીથી નીકળ્યો હતો.જોકે તે ત્યાં પહોંચ્યો ન હોય અને અજયનો ફોન સ્વીચ ઓફ આવતો હોય ગુમશુધા નોંધ દાખલ કરાવવામાં આવેલ હતી.જેથી તપાસ અધિકારી મોમજીભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.દરમિયાનમાં અંદાજે બે મહિના બાદ ગુમ થયેલા અજયભાઈ જીતબહાદુર શર્મા મોરબી પરત ફર્યા હતા અને તેમણે પોલીસમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોતે ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા હતા અને જેમાં મોટી નુકસાની ગઈ હતી જેથી પોતે એમેઝોનમાં નોકરી કરે છે અને ઓડિટના કામે હૈદરાબાદ જાય છે તેમ ખોટું કહીને ઘરેથી નીકળી ગયા હતા.અને બાદ બે મહિના ત્યાં રહ્યા બાદ પરિવારની યાદ આવતા તેઓ ઘરે પરત ફર્યા હતા.જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના બંધુનગર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા નવઘણભાઈ ગોકળભાઈ કોળી નામના ૪૬ વર્ષીય યુવાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના પીપળી રોડ મામા કાંટા પાસે થયેલ અકસ્માત બનાવમાં ઇજા થતા જયસિંહ સાજણભાઈ રાઠોડ (૩૦) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થયેલ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના બેલા (રંગપર) ગામે ઇટાકોન પેકેજીંગ નજીક મારામારીના બનાવમાં ઇજા થવાથી શામજીભાઈ ગગુભાઈ લાલવાણી (૬૦) તથા ચંપાબેન શામજીભાઈ લાલવાણી (૫૫) ને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.






Latest News