મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી, ફરીયાદ નોંધાઇ


SHARE







મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી, ફરીયાદ નોંધાઇ

મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી થયેલ હોય તે અંગે ફરીયાદ નોંધાવા પામી છે.જેમા ભોગ બનેલા પાયલબેન જીગ્નેશભાઇ સાધુ જાતે રામાનંદી બાવાજી (ઉ.વ ૩૫) ધંધો ઘરકામ રહે.શ્રીહરી સોસાયટી, ટીંબડી ગામ તા.જી.મોરબીએ સામાવાળા સંતોષભાઇ પાંડે, રાણીબેન સંતોષભાઇ પાંડે, નિકીબેન સંતોષભાઇ પાંડે તથા એન્ઝલબેને સંતોષભાઇ પાંડે રહે.બધા શ્રીહરી સોસાયટી, ટીંબડી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, તેમનો (પાયલબેન) નો નાનો દિકરો રૂદ્ર તોફાન કરતો હોય જેથી બાથરૂમમાં પુરેલ હોય જે બાબતે પાયલબેન સામાવાળાને કહેવા જતા જેનો ખાર રાખી સંતોષભાઇ ઉશ્કેરાય જઇ બોલાચાલી કરી લાકડી વતી માર મારી તેમજ તેમના પત્નિ રાણીબેન ઢીકાપટ્ટુ વડે મારીને ગાળો આપેલ હોય તેમજ નિકીબેન તથા એન્ઝલબેને ફરીયાદીના વાળ પકડી ઢીકાપાટ્ટુ મારી ફરીયાદીને માથમા ટાકા આવેલની ઇજા પહોચાડી હતી.તાલુકા પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરેલ છે.

દવા પી લેતા સારવારમાં

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા રેશમબેન રોહિતભાઈ નામની ૨૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અત્રે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના કડીયાણા ગામે બસ સ્ટેશન પાસે ટ્રક અકસ્માતમાં ઇજા થતાં નરેન્દ્રભાઈ દીપસિંગ (૨૫) રહે.ચરાડવા તા હળવદને ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના કડીયાણા ગામે બસ સ્ટેશન પાસે ચરાડવા હાઇવે ઉપર થયેલ અકસ્માત બનાવમાં ઈજા થતા રામસિંગભાઈ (૫૫) ને પણ અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા શિલ્પાબેન વિપુલભાઈ મેંદપરા નામના ૩૨ વર્ષના મહિલાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક બપોરના સમયે રોડ ક્રોસ કરતાં વખતે અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતા દિપકભાઇ રમેશચંદ્ર પંડ્યા (૪૫) રહે.મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય સારવાર માટે લઈ જવાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News