સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન 


SHARE











મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન 

નારી તું નારાયણી, નારી તું સર્વ રક્ષતી એ સુત્રને સાર્થક કરવાના હેતુ સાથે મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે મેડીકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવીને રોગનું નિદાન કરાવ્યું હતું.

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સર્વરોગ નિદાન માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટંકારા સરસ્વતી શિશુ મંદિર પરિવારના સભ્યોએ સહભાગી થયા હતા.આ કેમ્પમાં સ્ત્રી રોગ, એમ્બ્રિયોલોજીસ્ટ, ચામડી, વાળ, નખ, ડાયાબીટીસ, કાન, નાક, ગળું, બાળરોગ, તાવ, શરદી, ઉધરસ, આંખના રોગ, હાડકાના રોગ અને કેન્સર સહિતના રોગ માટે આયોજિત મેડીકલ કેમ્પમાં ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પમાં ડો.અંકિતા પટેલ, ડો.ભૂમિ જાકાસણીયા, ડો.કલ્પેશ રંગપરિયા, ડો.મયુર સદાતિયાં,ડો.અક્ષય જાકાસણીયા, ડો.ઋષિ વાંસદડીયા, ડો.મેહુલ પનારા, ડો.ખંજન સરડવા, ડો.મેઘલ ગાજીપરા, ડો.અલ્કેશ પટેલ, ડો.નિધિ સુરાણી, ડો.વસંત કાસુન્દ્રા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી.તેમજ હેલ્થકેર લેબોરેટરી દ્વારા દર્દીઓને હિમોગ્લોબીન, સુગર અને બ્લડ ગ્રુપના રીપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક દવાનું વિતરણ પાટીદાર વુમનસ પાવર ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું.પાટીદાર વુમન્સ પાવર  ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો.અંકિતાબેન પટેલ, કાજલબેન આદ્રોજા, આશાબેન ભાલોડીયા, અલ્પાબેન કાસુન્દ્રા, વનિતાબેન વરમોરા, ગૌરીબેન અઘારા, ડો.નિધિ સુરાણી સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો.






Latest News