સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન કટ


SHARE











મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન ક

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી. તેવામાં છેલ્લા દિવસોમાં વેરો નહીં ભરનારા 88 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે અને 2 આસામીના નળ કનેક્શન કટ કર્યા છે.

મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી કરવામાં આવે છે અત્યાર સુધીમા કુલ 634 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 26,54,90,700 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 2,53,13,352 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 24 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકત હોય તેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન કટ કરવામાં આવ્યું છે. અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કટ કરવામાં આવશે.






Latest News