સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ


SHARE











મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘુટુ, જાંબુડીયા અને પ્રેમજીનગર ગામેથી જુદા જુદા ત્રણ પરિવારની દીકરીઓ અલગ અલગ સમયે ઘરેથી ગુમ થઈ ગયેલ છે તે બાબતે તેઓના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા રસીલાબેન દિનેશભાઈ ચાવડા (45)તેઓની દીકરી ભૂમિકાબેન દિનેશભાઈ ચાવડા (19) ઘરે કશું કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જયારે મોરબીના મકગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોલંકી (67)એ તેઓના ભાઈની દીકરી હેતલ સુરેશભાઈ સોલંકી (22) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હોય તે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ ચામુંડા સોસાયટીમાં રહેતા કાંતાબેન ખીમજીભાઇ ભંખોડીયા (50)એ તેઓની દીકરી સોનલબેન ખીમજીભાઇ ભંખોડીયા (19) નવા જાંબુડીયા ગામે ભાઈના ઘરે જવાનું કહીને ગુમ થઈ ગયેલ છે જેથી ત્રણેય બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી ગુમસુધા ફરિયાદ લઈને પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા રત્નદીપસિંહ મહાવીરસિંહ જાડેજા (41) નામનો યુવાન ગામોમાં બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઈશ્વરભાઈ નામના વ્યક્તિ રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક સાથે અકસ્માત થયો હતો અને જે બનાવમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News