મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી મહારાણા પ્રતાપ સર્ક્લે બે બાઇક અથડાતા ત્રણ યુવાન અને નવલખી રોડે બોલેરો - એક્ટીવા અકસ્માતમાં બે યુવતી ઇજાગ્રસ્ત


SHARE







મોરબી મહારાણા પ્રતાપ સર્ક્લે બે બાઇક અથડાતા ત્રણ યુવાન અને નવલખી રોડે બોલેરો - એક્ટીવા અકસ્માતમાં બે યુવતી ઇજાગ્રસ્ત

મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલે બે બાઇક સામસામે અથડાતા ધ્રુવ અનિલભાઇ કલોલા (21), ગુ.હા.બોર્ડ સામાકાંઠે અને સામેના પક્ષના સહેજાદ જાકીર હુશેન (21, રહે. વીશીપરા તથા મહોમદ જાવિદ મોઇનુદીન (50, રહે. વીશીપરા)ને સિવિલે સારવાર માટે લઇ જવાયા હતા.

તેમજ નવલખી રોડ કુબેર સોસાયટી પાસે બંધ બોલેરો સાથે એક્ટીવા અથડાતા પ્રતિક્ષાબા ડોડીયા (18) અને ખુશી જગદીશભાઇ (13, રહે. બંને સેન્ટમેરી સ્કુલ પાસે, નવલખી રોડ મોરબી)ને પણ સિવિલે સારવાર માટે લઇ જવાતા પોલીસે નોંધ કરી તપાસ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત
મોરબી રવાપર રોડ લીલા લોકર પાસેથી રોડ ક્રોસ કરી રહેલા જયેશભાઇ રમેશચંદ્ર કૈલા (45)ને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સાગર હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જ્યારે માળીયા મીં.ના અરબાઝ ફતેમામદ જામ-19 તેમના નાના સાથે બાઇકમાં જતો હતો ત્યારે ખીરઇ પાસે બાઇક આડે કુતરુ ઉતરતા વાહન સ્લીપ થતાં સારવાર માટે મોરબી લવાયો હતો. છાત્રાલય રોડ બાઇક સ્લીપ થઇ જતાં દિલીપ રમેશભાઇ પરમાર-23, રહે. ભેખડની વાડી શનાળાને સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં
મોરબી સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા અજય કિશોરભાઇ દેલવાડીયા-25એ મોડી રાત્રીના તેના ઘરે ગળેફાંસો ખાવાની કોશિષ કરતા સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. બી-ડીવીઝન પોલીસ મખકના મોનજીભાઇ ચૌહાણે તપાસ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા હિતેષ રાજેશ સહાની-27 અને રાજપાલસિંહ અશોકભાઇ પ્રસાદ-27, રહે. સિમ્પોલો સિરામીક માળીયા હાઇવેને સારવાર માટે લઇ જવાયા હતા. અકસ્માતનો આ બનાવ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે બન્યો હતો. તેમજ અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા ઇજા પામેલા જગમાલ ધીરુભાઇ દેગામા ઉ.21, રહે. વિદ્યાનગર, ભડીયાળ રોડને સારવાર માટે ખસેડાયો હોય, પોલીસે તપાસ કરી હોવાનું જણાવેલ છે.

આધેડ સારવારમાં
હળવદના પ્રતાપગઢના દલપતભાઇ મુળુભાઇ  ડીંડોળ નામના 56 વર્ષના આધેડનું ગામની કેનાલ પાસે બાઇક સ્લીપ થતાં સારવાર માટે શિવમ હોસ્પીટલે લવાયા હતા તેમજ અમાનત પટેલ-29, રહે. શાંતિનગર સોસાયટી ઘુંટુ રોડને તેના કાકાના ઘરે મારામારીમાં ઇજા થતાં સારવારમાં લઇ જવાયેલ. ટંકારાના મોટા ખીજડીયા ગામના હેમંતભાઇ રતનશીભાઇ જગોદરા-62, બાઇક લઇને જતા હતા ત્યારે આવકાર હોટલ નજીક પડી જતા સારવાર માટે લઇ જવાયા હતા.

ફીનાઇલ પી લેતા
મોરબી કાલીકા પ્લોટમાં રહેતા સાહિસ્તાબેન રમીઝભાઇ ચાનીયા-30 એ ફિનાઇલ પી લેતા સિવિલે ખસેડાયા હતા. જ્યારે વાવડી રોડ બાપા સિતારામ મઢુલી પાસે બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પામેલા સબનમબેન મકસુદભાઇ માણેકીયા-29, રહે. ક્રિષ્ના પાર્ક વાવડી રોડને સારવાર માટે લઇ જવાયા હતા.શનાળા રોડ જીઆઇડીસી પાસે થયેલ મારામારીમાં ઇજા થતાં દિપેન લક્ષ્મીનંદન મિશ્રા નામના 36 વર્ષના (રહે. નવાગામ, રાજકોટ) યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો






Latest News