સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં

મોરબીના જૂની પીપળી ગામે રહેતો યુવાન પોતાની કાર લઈને ટ્રાફિકમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઊભો તો દરમ્યાન ટ્રક ચાલક પોતાના ટ્રક કપચી ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે પોતાના વાહનને બ્રેક મારતા ટ્રક પલટી મારીને કાર ઉપર પડ્યો હતો જેથી કરીને કારના બોનેટમાં નુકસાન થયેલ છે જે બાબતે ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના જૂની પીપળી ગામે પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં રહેતા નીતિનભાઈ દેવજીભાઈ રાઠોડ (29)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 એઝેડ 9609 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફિકમાં તેઓ પોતાની કાર નંબર જીજે 36 એલ 6158 ઉભી રાખીને ઉભા હતા દરમિયાન કાર ટ્રક ચાલક તેના વાહનમાં કપચી ભરીને જઈ રહ્યો હતો અને અચાનક તેણે પોતાના ટ્રકને બ્રેક મારી હતી જેથી ટ્રક કાર ઉપર પલટી મારી ગયો હતો અને ફરિયાદીની કારના બોનેટમાં અને કારમાં નુકસાન થયેલ હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલા સારવારમાં

મોરબીના રંગપર ગામ નજીક રહેતા સુનીતાબેન (58) નામના મહિલા રંગપર ગામ નજીક આવેલા શાકમાર્કેટ પાસે રિક્ષામાંથી પડી ગયા હતા જેથી તેઓને ઇજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબી જોન્સનગરમાં રહેતા સલીમભાઈ હાજીભાઈ મિયાણા (43) નામનો યુવાન જુના બસ સ્ટેશન પાસે સાયકલમાંથી પડી જતા ત્યારે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News