મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર નજીક આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં બે વર્ષના બાળકનું મોત


SHARE







વાંકાનેરના હસનપર નજીક આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બે વર્ષના બાળકનું મોત

વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો બે વર્ષનો દીકરો કારખાનામાં રમતો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરના જેતપરડા રોડ ઉપર સિરામિક કારખાનાની બાજુમાં આવેલ પ્રભુભાઈ વીરસોડિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા દિનેશ ફુલસિંગભાઈ ભુરીયાનો બે વર્ષનો દીકરો લક્કી હસનપર ગામની સીમમાં આવેલ ફોર્ચ્યુનર રિફેકટરી કારખાનામાં રમતો હતો ત્યારે તેને રમતા રમતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News