સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડીમાં 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ પાર્ક બનવાનું કામ પ્રગતિ હેઠળ


SHARE











મોરબીના નાની વાવડીમાં 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ પાર્ક બનવાનું કામ પ્રગતિ હેઠળ

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા નાની વાવડી વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે પાર્ક વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1.30 કરોડ થશે. શહેરના હરિત વિકાસ અને નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રદાન કરવા હેતુસર આ કામગીરી અમલમાં મૂકવામાં આવી છે. આ પાર્ક વિકાસ થી આ વિસ્તારના રહેવાસીઓને આરામદાયક બેઠક વ્યવસ્થા, જોગિંગ ટ્રેક,ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ થી સજ્જ રમણીય વાતાવરણ ધરાવતું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું માળખું મળી રહેશે.

મોરબી મહાનગર પાલિકા દ્વારા નાની વાવડી પ્રોજેક્ટ અંતર્ગત વ્યાપક લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશન હાથ ધરવામાં આવનાર છે. આહી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેમાં, નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા આશરે ૨૦૦૦ થી ૨૧૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ઉપરાંત હિબિસ્કસ, જાસુદ, ઇક્સોરા અને ડ્રાસીના જેવા ઝાડીઓ ૨ થી ૩ છોડ પ્રતિ ચોરસ મીટર ઘનતાથી રોપવામાં આવશે. ગ્રાઉન્ડ કવર તરીકે રોયો અને સિટ્રોનેલા (મચ્છર નિયંત્રણ માટે) વાવવામાં આવશે, જેથી પર્યાવરણને પણ સ્વચ્છ સુદ્રઢ અને રાખી શકાય.

પાર્ક માં નગરજનો ને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત રેડ સૅન્ડ/પેવર આધારિત વૉકિંગ અને જોગિંગ ટ્રૅકનું નિર્માણ, બેઠક વ્યવસ્થા સાથે પર્ગોલા, રેઇનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ, બોરવેલ/વોટર ટૅન્ક સાથે ડ્રિપ સિંચાઈ પ્રણાલી તેમજ સોલાર પાવર આધારિત સ્ટ્રીટલાઇટ્સની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ તમામ સુવિધાઓ પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે તે મુજબ આધુનિક ઢબે બનાવવામાં આવનાર છે.

 નાની વાવડી માં આકાર લેનાર પાર્ક માં નાગરિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણ માં આપવામાં આવશે, જેમાં શહેરના નાગરિકો માટે બાળકો માટે વિશેષ પ્લે એરિયા, ખુલ્લી હવામાં ધ્યાન/યોગ માટે પ્લાઝા તથા માહિતી દર્શાવતા અને પર્યાવરણ જાગૃતિ વધારતા સૂચના બોર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાની વાવડી વિસ્તાર તેમજ સમગ્ર મોરબી શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાહેર સ્થળ પ્રાપ્ત થશે, તેમ મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખાની એક યાદીમાં જણવવામાં આવ્યું છે. 






Latest News