મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: પત્રકાર અમીબેન ગજ્જરને ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરાયા


SHARE











મોરબી: પત્રકાર અમીબેન ગજ્જરને ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરાયા

લોટસ ઇવેન્ટ દ્વારા આયોજિત ધ શાઇનિંગ સ્ટાર એવોર્ડ શો ઓપન ઇન્ડિયા આ કાર્યક્રમમાં પ્રતિ વર્ષ સમાજમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે,  જેમાં સમાજસેવિકા નૃત્યાંગના, ફેશન ડિઝાઈનર, એક્ટર, મોડલ, એડવોકેટ, પત્રકાર, ડોક્ટર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિભાગોમાં કાર્યરત મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે, વર્ષ 2026 માં રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જામનગરમાં છેલ્લા 16 વર્ષથી પત્રકાર તરીકે વિવિધ સેવાઓ આપી ચૂક્યા હોય તેવા અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને વર્ષ 2026ના એવોર્ડ કાર્યક્રમના નિર્ણાયકોએ પત્રકારત્વ ક્ષેત્રે ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

જામનગરમાં જન્મેલા અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા) તેમની પત્રકારત્વ ક્ષેત્રની કારકિર્દી વિશે વાત કરતા કહી શકાય કે તેઓ છેલ્લા 16 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે, તેઓએ (MJMC) માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે, સુરત યુનિવર્સિટીથી તેઓએ LL.M. નો અભ્યાસ કર્યો છે, પત્રકારત્વના શરૂઆતથી અરસામાં તેઓએ રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું, ત્યારબાદ જામનગર, અમદાવાદ, વડોદરા અને ભરૂચ ખાતે તેઓ પત્રકાર અને રિપોર્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેઓ ન્યુઝ એન્કર, આસિ. ચેનલ હેડ, કોપી એડિટર, ન્યુઝ રાઇટર સહિતની ફરજ બજાવી ચૂક્યા છે તેઓ ગુજરાતી અને હિન્દી ભાષામાં કવિતાઓ પણ લખે છે, જામનગર મહાનગરપાલિકામાં PRO (પબ્લિક રિલેશન ઓફિસર) અને યુ.સી.ડી. વિભાગમાં અકાઉન્ટિંગ ઓફિસર (કો.બે.) તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા હતા.






Latest News