સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ


SHARE











મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ

મોરબીના લીલાપર રોડનું બ્યુટીફીકેશન મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે જેમાં મોરબીવાસીઓ માટે ફૂટપાથ, આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા, સિટીંગ એરિયા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવી છે. આશરે 4.75 કિમી લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગને આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી કોરિડોર તરીકે વિકસાવવામાં આવનાર છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 13.31 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. લીલાપર રોડના આ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ થી મોરબીના નગરજનોને નવું આધુનિક સ્થળ મળી રહેશે.

જેનાથી મોરબી શહેરની સુંદરતા માં વધારો થસે, આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબીના રહેવાસી ઓને બંને બાજુ સુવિધાસભર ફૂટપાથ, મજબૂત અને આકર્ષક પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા, માર્ગ કિનારે વૃક્ષારોપણ, આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ્સ, નાગરિકો માટે સિટીંગ એરિયા, સ્વચ્છતા માટે પૂરતી સંખ્યામાં ડસ્ટબિન, સુવ્યવસ્થિત દિશાસૂચક સાઇનેજ, માર્ગ સલામતી માટે સ્પષ્ટ ઝેબ્રા ક્રોસિંગ મુખ્ય સુવિધાઓ આગામી સમયમાં મળનાર છે.

લીલાપર રોડના બ્યુટીફીકેશન પ્રોજેક્ટના મુખ્ય લાભ વિષે કહી શકાય કે પેડેસ્ટ્રીયન માટે સલામત માર્ગ, સ્ટ્રીટ લાઈટથી સુવિધા સભર સલામત માર્ગ, પર્યાવરણમૈત્રી વિકાસ, માર્ગના કિનારે સુવ્યવસ્થિત અને આકર્ષક પોકેટ ગાર્ડન અને સીટીંગ એરિયાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વ્યવસ્થાઓ માટે મોરબી મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે






Latest News