મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE











મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાંથી ટાઈલ્સને લગતો માલ ઉધારમાં લેવામાં આવેલ હતો અને તેની સામે આપવામાં આવેલ ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી કોર્ટમાં કેસ કર્યો હતો અને તે કેસ ચાલી જતાં કોર્ટમાં વકીલે રજૂ કરેલા આધાર પુરાવા અને ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે ચેકની રકમની બમણી રકમને વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવવા માટેનો આદેશ કર્યો છે તેમજ આરોપીને એક વર્ષેની સાદી કેદ અને જો વળતરની રકમ આરોપી દ્વારા ભરવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સજાનો આદેશ કરવામાં આવેલ છે.

આ કામના આરોપી પ્રેમ હિમંતલાલ સાવરીયા (મીસ્ત્રી) તે બાલાજી એન્ટરપ્રાઈઝના માલીક તથા વહિવટકર્તાએ તેઓના સંબંધી સતીષભાઈ મિસ્ત્રી કે જે મોરબી ટાઈલ્સ ડેપો એન્ડ સેનેટરી વેરના બલોત્રા રાજસ્થાનના વહીવટકર્તાનાઓને ફરીયાદી પેઢી પાસેથી આરોપીના કહેવાથી ટાઈલ્સને લગતો માલ આપેલ હતો અને માલ ઉધારમાં લઈ ગયેલ હતા જેથી ફરીયાદીએ મોરબી ટાઇલ્સ ડેપો એન્ડ સેનેટરી વેરને ઉધારમાં આપેલ માલની બાકી રકમની જવાબદારી સ્વીકારી આરોપીના પેઢીના ખાતાનો બાકી લેણી રકમનો ૪,૨૬,૬૩૪ નો ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા આરોપી સામે મોરબીની કોર્ટમાં ફરીયાદ કરી હતી જેમાં ફરીયાદી વતી મોરબી જીલ્લાના એડવોકેટ અને નોટરી નિતીનકુમાર અમૃતલાલ પંડયા તથા એડવોકેટ યાજ્ઞિકા એમ. દેવમુરારી રોકાયેલ હતા અને તેઓએ મોરબીના મહે.ચોથા એડી.ચીફ.જયુ.મેજી. સાહેબની કોર્ટમાં કરેલ દલીલ અને હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમની બમણી રકમ ,૫૩,૨૬૮ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજે સાથે ચુકવવાનો હુકમ કર્યો છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સજાનો આદેશ કર્યો છે.






Latest News