મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકામાં બનશે 4.42 કરોડના ખર્ચે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની અધ્યતન ઓફિસ


SHARE











મોરબી મહાનગરપાલિકામાં બનશે 4.42 કરોડના ખર્ચે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની અધ્યતન ઓફિસ

મોરબી મહાનગરપાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.1-1- 2025ના રોજ નગરપાલિકા તથા આસ-પાસના વિસ્તારની 9 ગ્રામ પંચાયતને ભેળવીને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાની રચના થયા બાદ ગાંધીચોક ખાતે આવેલ મુખ્ય ઓફિસ બિલ્ડીંગની કામગીરી પૂર્ણ કરવા માટે વહીવટી અને ટેકનિકલી ત્ખતો તૈયાર કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને મુખ્ય ઓફિસ કાર્યાલય માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. અને 4.42 કરોડના ખર્ચે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની અધ્યતન ઓફિસ બનશે.

મોરબીમાં નવી ઓફિસ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા 4.42 કરોડના અંદાજિત ખર્ચથી નવો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, જે  કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે, નિર્ધારિત સમય મર્યાદામાં ગુણવત્તા યુક્ત કામગીરી માટે મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના નાયબ ઇજનેરના મોનિટરિંગ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે, મોરબી શહેરના નાગરિકોને સુવિધા સભર આધુનિક ગાંધીચોક સ્થિત મુખ્ય કચેરીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ કાર્યને ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવનાર છે. 

મોરબી મહાનગરપાલિકાની નિર્માણાધિન મુખ્ય ઓફિસમાં સુચારું વ્યવસ્થાઓ, આધુનિક ફર્નિચર, મોરબી મહાનગરપાલિકાના અંદાજિત 30 જેટલા તમામ વિભાગો નો સમાવેશ થઈ શકે તે પ્રકારના જુદા જુદા વિભાગો માટેની ગોઠવણ, અધિકારીઓ માટેની આધુનિક ઇન્ફરા સ્ટસ્ટ્રક્ચર સાથેની બેઠક વ્યવસ્થા, મીટીંગ હોલ, સ્ટેન્ડિંગહોલ અને આગામી સમયમાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ માટેની જુદી જુદી ચેમ્બર સહિતની વ્યવસ્થાઓની ગોઠવણ  બનનાર નવા બિલ્ડિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ સમગ્ર કામગીરી સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવામાં આવનાર છે,  સંપૂર્ણ  સુવિધા યુક્ત ગાંધી ચોક ખાતે નગરજનોને મોરબી મહાનગરપાલિકાનું નવું કાર્યાલય મળી રહેશે. તેમ  મોરબી મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના નાયબ ઈજનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News