મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું

મોરબીમાં ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શેઠ પી.જી.પટેલ કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને પી.જી. પટેલ કૉલેજના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહાનો ઓડિયો શુભેચ્છા સંદેશ સાંભળી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કવિ રામ વારોતરિયા અને કવિ જનાર્દન દવેએ પોતાની સુંદર રચનાઓ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે રસાસ્વાદ કરાવી હતી. અને પોતાની કાવ્યરચનાઓ દ્વારા માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્યપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, સંયોજક પૂનમ ફેફર તેમજ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થિઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News