મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ


SHARE











મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ

મોરબીના ધરમપુર રોડ ઉપરથી બાઇક લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલા શખ્સ પાસેથી ચોરાઉ બાઇક મળી આવ્યું હતું જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તે અને તેના સાથે અન્ય શખ્સો મળીને વાહન તેમજ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા જોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં પકડાયેલા શખ્સની ગેંગના અન્ય 3 સાગરીતોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ધરમપુર રોડ ઉપરથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેથી તેને રોકવામાં આવેલ હતો અને તેની પૂછપરછ કરતા તેની પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું અને બાઈક નંબર જીજે 36 એક્યુ 6410 વાવડી ગામ પાસેથી ચોરી કરેલ હોવાનું તેને કાબુલ કર્યું હતું. અને આ ઉપરાંત તેના સાથીઓની સાથે મળીને વાવડી ગામે આવેલ સોસાયટીમાંથી પણ એક બાઈકની ચોરી કરી હોવાનું કાબુલ કર્યું હતું તેમજ પીપળી ગામ પાસે આવેલ સોસાયટીના ઘરમાંથી પણ ચોરી કરી હોવાનું કાબુલ કર્યું હતું જેથી પોલીસે હાલમાં બાઇક તથા અન્ય વસ્તુઓ મળીને 1,16,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આરોપી મુકેશ ઇલામસિંગ સિંગાર (30) રહે. મૂળ ધાર કુકસી જીલ્લો ધાર એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કલમસિંગ ઉર્ફે ભાયા કેલસિંહ અલાવા, કેરૂભાઇ કેશભાઇ સિંગર અને હેમતભાઇ રહે, ત્રણયે તાલુકો કુકસી ટાંડા પોલીસ સ્ટેશન જિલ્લો ધાર મધ્યપ્રદેશ વળાના નામ સામે આવેલ છે તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News