મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા


SHARE











મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા

મોરબી મહાપાલિકાની ફુડ શાખાએ  શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય કલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવતા સ્થળ પર જ ફૂડ શાખાએ નાશ કર્યો હતો. અને ફૂડ લાઇસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર 32 ખાણી-પીણીના ધંધાર્થીને મોરબી મહાપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ સપ્તાહ દરમિયાન મોરબી મહાપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરના કુલ 56 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી,  જેમાં રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઇસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વછતા અને ફૂડ લાઇસન્સ સહિતના મુદે 32 જેટલા ખાણી-પીણીના ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.

જો કે, જે.કે. હોટલમાં વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર આવેલ શિવ પાંવભાજીમાંથી વાસીખોરાકનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો, તેમજ રવાપર રોડ પર આવેલ વિરાટ પાંઉભાજી તથા ગુરુકૃપા પાંઉભાજીમાંથી વધુ પડતો અખાધ કલર જોવા મળતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, રવાપર રોડ પર આવેલ ભવાની સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થ મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે.




Latest News