હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ


SHARE











મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા શખ્સનાં ઘરમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બિયર, મોબાઈલ, બુલેટ વિગેરે મળીને 1,18,960 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા ભરતભાઈ ગોરાના રહેણાંક મકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેના ઘરની અંદરથી બિયરને 22 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3960 ની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો તેમજ જુદા જુદા દસ્તાવેજો, 15000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન, 1,00,000 ની કિંમતનું બુલેટ આમ કુલ મળીને 1,18,960 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આરોપી ભરતભાઈ કાળુભાઈ ગોગરા (43) રહે. બોરીચાવાસ લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરનો જથ્થો તેણે રમજાન ઉર્ફે બાદશાહ ઓસમાણભાઈ મોવર રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા પોતાના જ હાથમાં છરી મારી લીધી

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા ડિમ્પલબેન હર્ષદભાઈ પરમાર (25) નામના મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના હાથ ઉપર છરી વડે ઇજા કરી લીધી હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયત પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તુષાર જયંતીભાઈ મકવાણા (19) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 




Latest News