મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા


SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ-મોરબી ખાતે મહિલા ગ્રીવન્સ સેલના ઉપક્રમે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ સેમેસ્ટર-૬ ની સિનિયર વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરેલ.કેક કટીંગ સેરેમની દ્વારા સિનિયર વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાડેજા હેત્વીબા, સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, જોષી અંજલી, વીરડા આરતી, બાલાસરા બંસી, રિદ્ધિ, પરમાર સંજના, ધામેચા સોનલ જેવી સેમેસ્ટર-૬ ની વિદ્યાર્થીનીઓએ ત્રણ વર્ષના કોલેજના પોતાના અનુભવો સંવેદનશીલ હ્રદયે વ્યક્ત કર્યા હતા.ત્યારબાદ પ્રો જે.એમ.કાથડ,  પ્રો. કે.આર.દંગી, ડો.કવિતાબા ઝાલા, ડૉ.નાજાભાઈ કોડીયાતર  અને ડૉ.રેખાબેન કચોરીયાએ પણ વિદ્યાર્થીનીઓ સાથેના પોતાના વર્ગખંડના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ વિદ્યાર્થીનીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની અંસારી નૂરજહાંએ કર્યું હતું.






Latest News