મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા


SHARE











મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાનાં હળવદ પ્રખંડ પ્રેરિત રામોત્સવની ભવ્ય શરૂઆત દિનાંક ૨૩ માર્ચ ૨૦૨૬ ને સોમવારનાં રોજ સાંજે ૫ વાગ્યે હળવદ તાલુકાના બાવન (૫૨) ગામથી કરવામાં આવી હતી.જેમા રામ ભક્તોએ ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.બાવન ગામમાંથી આવેલ રામ ભક્તોને પૂજ્ય સંતોના હસ્તે શ્રી રામ દરબાર મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી.અને બાવન ગામના લોકો દ્વારા જય શ્રી રામના નાદ સાથે વાજતે ગાજતે શ્રી રામ દરબાર મંદિર પ્રતિકૃતિને પોતાના ગામમાં લઈ જઈ સ્થાપના કરી દરેક ગામમાં આગામી ૩ દિવસીય રમતોત્સવની શરૂઆત કરાશે.

આ કાર્યક્રમ પૂ.દીપકદાસજી મહારાજ, પૂ.ભક્તિનંદન સ્વામી તથાં રામોત્સવ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઠક્કર અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો.મિલનભાઈ માલમપરા અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાનાં જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આજની પ્રથમ આરતી વાલ્મિકી સમાજના ભાઈઓ દ્વારા ઉતારવામાં આવી હતી.સાથે સાથે રાત્રે અમરાપુર ગામના ભક્તો દ્વારા ધૂન ભજનની રમઝટ બોલાવેલ અને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહમંત્રી ભાવેશભાઈ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરવમાં આવી હતી.






Latest News