મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર નજીક જુના રાજા વડલા રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના જુના રાજા વડલા રોડ ઉપર આવેલ કોટેજ ફેક્ટરીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા માંડો સિરાજભાઈ સોરણ (19) નામના યુવાને ગઈકાલે 7:30 વાગ્યાના અરસામાં કોઈપણ ઘરનો સર પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

ટંકારામાં ઉગમણા નાકા પાસે રહેતા શુકલ પૂનમબેન વિનોદભાઈ (29)ના મહિલા બાઇકમાં બેસીને તેઓના પતિ સાથે જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News