વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા શખ્સનાં ઘરમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બિયર, મોબાઈલ, બુલેટ વિગેરે મળીને 1,18,960 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા ભરતભાઈ ગોગરાના રહેણાંક મકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેના ઘરની અંદરથી બિયરને 22 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3960 ની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો તેમજ જુદા જુદા દસ્તાવેજો, 15000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન, 1,00,000 ની કિંમતનું બુલેટ આમ કુલ મળીને 1,18,960 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આરોપી ભરતભાઈ કાળુભાઈ ગોગરા (43) રહે. બોરીચાવાસ લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરનો જથ્થો તેણે રમજાન ઉર્ફે બાદશાહ ઓસમાણભાઈ મોવર રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલા પોતાના જ હાથમાં છરી મારી લીધી
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા ડિમ્પલબેન હર્ષદભાઈ પરમાર (25) નામના મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના હાથ ઉપર છરી વડે ઇજા કરી લીધી હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયત પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તુષાર જયંતીભાઈ મકવાણા (19) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે