મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના અજીતગઢ ગામે રહેતો યુવાન પોતાના ઘરે ધાબાની સીડી ઉપરથી નીચે ટકાયો હતો ત્યારે તેને માથાના પાછળના ભાગે ગંભીર જા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા (35) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ગત તા. 15/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ધાબાની સીડી ઉપરથી અકસ્માતે પગ લપસતા તે નીચે ટકાયો હતો અને અકસ્માતના આ બનાવમાં વાસુદેવભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈચ્છા થઈ હોવાથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજના 06:45 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના ભાઈ નિલેશભાઈ ગગજીભાઈ ઈટોદરા (40) રહે. અજીતગઢ તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં રહેતા ભરતભાઈ મગાભાઈ સોલંકી (38) નામના યુવાનને વાંકાનેર સીટી પાસે તેઓના સાળા રાજેશભાઈ સોલંકીએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી તેઓને જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News