મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી


SHARE











મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી

શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારીઓ, નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના; ૨૬ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ

સરકારશ્રી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને તેમને રોજગારી પૂરી પાડતા નોકરીદાતાઓને બિરદાવવા માટે ‘દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬’ ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના રોજગારલક્ષી પુન:વસન અને તેમને સક્ષમ બનાવવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને રાજ્ય કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવશે.

આ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, સ્વરોજગાર કરતા દિવ્યાંગો, નોકરીદાતાઓ કે પ્લેસમેન્ટ ઓફિસોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે બે નકલમાં અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ-અલગ ફોર્મ ભરવાના રહે છે. લાયક ઉમેદવારો કે સંસ્થાઓએ આ ફોર્મ તા.૨૬/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી ખાતે રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાના રહેશે.અધૂરી વિગત ધરાવતી અથવા નિયત સમય મર્યાદા બાદની અરજીઓ રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહીં. આ સ્પર્ધાના જરૂરી ફોર્મ https://anubandham.gujarat.gov.in/notice-board વેબસાઇટ પરથી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી મોરબી ખાતેથી વિના મૂલ્યે મેળવી શકાશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જાણવાયું છે






Latest News