મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ


SHARE







વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ

 

મોરબીમાં માનવ સેવાના કાર્યો માટે જાણીતા 'માતુશ્રી સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવત ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા સંચાલિત ફ્રી ટિફિન સેવા દ્વારા એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.આગામી તારીખ ૨૫-૨ ને બુધવારના રોજ માતુશ્રી સ્વ.નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવતની ૧૯ મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના રામાનંદી સમાજના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો માટે 'વડીલ વંદના' અને સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમાજના મોભીઓનું સન્માન કરી જ્ઞાતિજનોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તેવા ઉમદા હેતુ સાથે યોજવામાં આવ્યો છે.

આ ભવ્ય સન્માન સમારંભ આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર રોડ પર આવેલી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાશે, ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજક વિનોદભાઈ ભાણદાસભાઈ નિમાવત દ્વારા રામાનંદી સમાજના તમામ જ્ઞાતિજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વ્યવસ્થાના ભાગરૂપે, સન્માન મેળવનાર ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોએ સામા કાંઠે મુકેશભાઈ કુબાવત (મો.૯૮૭૯૫૨૬૬૯૯), રામાનંદ ટ્રાવેલ્સ ખાતે દીપકભાઈ કુબાવત (મો.૯૪૨૭૨૩૬૭૯૭) અથવા નાની વાવડી ખાતે અરૂણાબેન ધૂન મંડળવાળા (મો.૭૫૬૭૫૧૪૧૨૭) પાસે નામ નોંધાવી દેવા જણાવાયું છે.વધુ વિગત માટે આયોજક વિનોદભાઈ નિમાવત (મો.૬૩૫૨૭ ૦૨૭૯૩) નો સંપર્ક કરી શકાશે.






Latest News