મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ


SHARE







મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન મોરબીના શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા ઉપલબ્ધ રહેશે.મોરબી ખાતે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમ તરીકે ફ્રી નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાશે.

કેમ્પમાં વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક સાથે સંકળાયેલા અનુભવી તબીબો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં ડો.ભૌમિક સરડવા (એથિકસ હોસ્પિટલ), ડો.ઉમેશ ગોધવીયા (પલ્સ હોસ્પિટલ), ડો.મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ), ડો.ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર), ડો.અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ-બાળરોગ), ડો.ભાવેશ શેરસિયા (ડિવાઈન સ્કીન પંચકર્મા ક્લિનિક- સ્કીન), ડો.નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ- ગાયનેક), ડો.વિમલ દેત્રોજા (લેપ્રોકેર-સર્જરી) તેમજ ડો.યશ કડિવાર (વેલકેર ઓર્થોપેડિક હોસ્પિટલ- ઓર્થો. વિભાગ) પોતાની નિષ્ણાત સેવા આપશે. આ ઉપરાંત ડીઆર પટેલ પેથોલોજી લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક બ્લડ સુગર ચેકઅપ પણ કરવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.વધુ માહિતી માટે યોગેશ રંગપડીયા(પ્રેસ રિપોર્ટર)  ના મો.૯૦૨૩૨ ૪૭૭૪૭ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News