મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂની 1248 બોટલ મંગાવનાર રાજકોટના શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂની 1248 બોટલ મંગાવનાર રાજકોટના શખ્સની ધરપકડ

મોરબીમાં આવેલ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેટરીના પાણીની આડમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો જો કે, પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 1248 બોટલો કબજે કરી હતી તેમજ રિક્ષા સહિત કુલ મળીને 4,57,400 ના મુદ્દામાલ સાથે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની ધરપકડ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમેથોડા દિવસો પહેલા રેડ કરી હતી ત્યારે વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલમાં દારૂનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યુ  હતું અને મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસે આ પાર્સલ લોડીંગ રીક્ષા નં. જીજે 3 બીએક્સ 5810 માટે ભરેલા હતા ત્યારે સ્થળ ઉપરથી તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી નામના શખ્સને પકડવામાં આવેલ હતો અને  રાધે એન્ટરપ્રાઇઝ વાપી જીઆઇડીસી લખેલ બનાવટી બિલ આધારે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે બેટરીના પાણીની 18 બોટલો, દારૂની નાની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 1248 બોટલો અને રીક્ષા સહિત કુલ મળીને 4,57,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો રાજકોટના  સાહિલ હનીફભાઈ પરમારે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સાહિલ ઉર્ફે સાહુ હનીફભાઈ પરમાર (23) રહે. હાથી ખાના 17 આર્ય સમાજ પાસે રામનાથ પરા મેઇન રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આ આરોપી સુરતના કામરેજ તથા અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં નાસતો ફરતો હતો અને અગાઉ તેની સામે રાજકોટના પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે.






Latest News