મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો


SHARE







મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો

મોરબીના વિસીપરામાં રોહીદાસપરા મેન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકા પાસે પોલીસે રેડ કરી હતી ત્યારે પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન મળી આવેલ હતો જેથી પોલીસે ચાઇનીઝ પાંચ ફીરકી કબજે કરી હતી અને આરોપીને પકડીને તેની સામે કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિ ઉપર ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવાથી અબોલ જીવને નુકસાન થાય છે એટલું જ નહીં પરંતુ રાહદારીઓને વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય તેવી ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે જેથી કલેકટર દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે જોકે તેમ છતાં પણ ચાઈનીઝ દોરીનું ક્યાંકને ક્યાંક વેચાણ થતું હોય છે દરમિયાન મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા મેન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકા પાસે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત પાંચ ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી જેથી પોલીસે 1,000 ની કિંમતની ચાઈનીઝ ફીરકીઓ કબજે કરી હતી અને આ શખ્સે  વેચાણ કરવા માટે થઈને ચાઈનીઝ ફિરકીઓ પોતાની પાસે રાખી હોવાનું સામે આવતા પોલીસે વિજયભાઈ મગનભાઈ રાઠોડ (40) રહે. વીસીપરા ગુજરાત સોસાયટી શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News