મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર અને જાંબુડીયા પાસે સર્વિસ રોડ ઉપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એકટીવા ઉપર જઈ રહેલ બંને વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારાના મોટા રામપરના રહેવાસી અને હાલમાં લીલાપર રોડ ઉપર જય ભારત કારખાનાની સામે ભંગારના ડેલામાં રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી (54)એ ટ્રક નંબર જીજે 12 એયુ 8910 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વર અને જાંબુડીયા વચ્ચે સર્વિસ રોડ પાસે ઓવરબ્રિજ નજીક થી તેઓ એકટીવા નંબર જીજે 36 એએમ 6476 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે એકટીવા ઉપર વેરસીંગભાઇ પણ બેઠેલ હતા અને તેઓના ડબલ સવારી એકટીવાને ટ્રક ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને છાતીના ભાગે પાંસળીમાં ફેક્ચર થયેલ છે તથા ડાબા પગમાં ગંભીર ઇજા થઈ છે જ્યારે સાહેદ વેરસીંગભાઇને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News