મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મૂળ જામનગરનો રહેવાસી અને  કચ્છના ગાંધીધામ ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતો યુવાન બાઇક લઈને પોતાના વતનમાં જઈ રહ્યો હતો દરમિયાન માળિયા તાલુકાના ચાચાવદરડા ગામ નજીક વળાંકમાં તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જામનગરમાં આવેલ માટેલ ચોક પાસે રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નં-6 માં રહેતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (57)એ હાલમાં ટ્રક નંબર જીજે 10 ટીવાય 0063 ના ચાલક સામે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેમનો દીકરો દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (23) પોતાનું બાઈક નંબર જીજે 10 ડીપી 0298 લઈને માળીયા (મી) તાલુકાના ચાચાવદરડા ગામ પાસેથી માળીયા જામનગર હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે વળાંકમાં ફરિયાદીના દીકરાના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરા દુષ્યંતસિંહને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન ગાંધીધામ ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતો હતો અને ત્યાંથી તે પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નિપજ્યું છે અને મૃતક યુવાનના દસેક મહિના પહેલા જ લગ્ન થયા હતા તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે.




Latest News