મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થતાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થતાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને એક યુવાનને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. 

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જો કે, તે પૈકીનાં એક યુવાનને વધુ ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે અજાણ્યા 35 વર્ષના યુવનનું મોત નીપજયું હતું જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News